ચીનને સબક શિખવાડવા અમેરિકા-ભારત-તાઈવાનની ત્રિપુટી તૈયાર: US ભારત સાથે હિમાલય નજીક કરશે યુદ્ધાભ્યાસ

ચીનને સબક શિખવાડવા અમેરિકા-ભારત-તાઈવાનની ત્રિપુટી તૈયાર: US ભારત સાથે હિમાલય નજીક કરશે યુદ્ધાભ્યાસ


નવી દિલ્હી,તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવારઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં હિમાલયમાં આવેલું ઓલી સ્નોસ્કીઇંગ પ્રેમીઓ માટે પ્રખ્યાત છે. ઔલીને ગઢવાલી ભાષામાં બુગ્યાલ એટલે કે ઘાસના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. જે સમુદ્ર સપાટીથી 2500 મીટરથી 3050 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઈતિહાસમાં પ્રથમ વખત ઔલીની ખીણોમાં ઈન્ડો-અમેરિકન સૈનિકોના દાવપેચ ચલાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, બંને દેશોના સૈનિકો ઓક્ટોબર મહિનામાં આ અભ્યાસમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને દેશોની આ સંયુક્ત કવાયત 18મી છે. જેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ અને આંતરસંચાલનક્ષમતા વધારવાનો છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લી કવાયત અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવી છે.આ પહેલાં પણ ઉત્તરાખંડમાં ઘણી સૈન્ય કવાયતો થઈ ચૂકી છે, જેમાં અન્ય દેશો સાથે ઘણી વખત સંયુક્ત કવાયત કરવામાં આવી છે, પરંતુ ચમોલી જિલ્લાના ઔલીમાં પહેલીવાર ભારત-અમેરિકા સૈન્ય કવાયત 14 થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાવા જઈ રહી છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને લશ્કરી અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મહત્વનું છે કે, ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધો  છેલ્લા કેટલાક વર્ષોમાં  મજબૂત બન્યા છે. જેના કારણે અમેરિકાએ જૂન 2016માં ભારતને તેના મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે નામ આપ્યું હતું. જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ કરારો અને બેઠકો થઇ ચૂકી છે. જે અંતર્ગત ભારત-અમેરિકા સતત સંયુક્ત કવાયત પર ભાર આપી રહ્યું છે, જેથી બંને દેશોના સૈનિકોને ઉચ્ચ સૈન્ય ટેકનોલોજીથી સજ્જ કરી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »