એેરપોર્ટ સર્કલ પાસે ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી ટ્રક લઇને ડ્રાઇવર ફરાર
અમદાવાદ,બુધવારબેફામ વાહન હંકારવાના કારણે કોતરપુર પાસે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે રાતે સરદાનગર ખાતે રહેતો યુવક બાઇક લઇને જતો હતો. આ સમયે એરપોર્ટ સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલી ટ્રકનો ચાલક બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. નરોડા જીઆઇડીસીથી આવતો હતો પેટ્રોલ પુરાવીને ઘરે જતી વખતે કોતરપુર તરફથી આવતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી હતી આ કેસની વિગત એવી છે કે સરદનગરમાં પાણીની ટાંકી પાસે રેમ્બો ફ્ેલટમાં રહેતા અને નરોડા જીઆઇડીસીમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા આકાશભાઇ રવિકુમાર શર્મા (ઉ.વ.૩૦) ગઇકાલે રાતે ૧૧ .૨૦ વાગે બાઇક લઇને નોકરીથી આવતો હતો અને એરપોર્ટ સર્કલ પાસેથી આવતો હતો. આ સમયે કોતરપુર તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકનો ડ્રાઇવર બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડૉકટરે મૃત પામેલ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પૂર્વમાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્રણ દિલસ પહેલા પણ હિટ એન્ડ રનના ત્રણ બનાવમાં ત્રણ વ્યકિતના મોત થયા હતા. જેમાં ખોખરામાં રોડ ક્રોસ કરતા વૃધ્ધાનું તથા નારોલમાં આધેડનું અને હાથીજણ પાસે યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.