વડોદરા: કોર્પોરેશનના અધિકારીઓમાં માનસિક તણાવ મા વધારો: અનેક અધિકારી કર્મચારી રોગોના ભોગ બન્યા
- બે અધિકારીને માઇનોર હાર્ટ અટેક: ટાઉન પ્લાનિંગના HOD દવાખાનામાં દાખલ: PRO ને હાઈ બીપીવડોદરા,તા.2 જુલાઈ 2022,શનિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ પાસે એકથી વધારે વિભાગનો વધારાનો હવાલો હોવાને કારણે અધિકારીઓ ટ્રેસમાં રહેતા હોય છે જેને કારણે તેઓ ને ડોક્ટરી સારવાર લેવાનું વારો આવે છે તો કેટલાકનું બ્લડ પ્રેસર વધેલું રહે છે તો કેટલાક માઇનોર હાર્ટ એટેક નો ભોગ બન્યા છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક સમયથી નવું બોર્ડ આવ્યું છે ત્યારથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી પરંતુ હજુ પણ અનેક જગ્યાઓ ખાલી પડી છે તેનો હવાલો અન્ય અધિકારીઓને આપવામાં આવતો હોય છે વડોદરા કોર્પોરેશનમાં કુલ પાંચ જગ્યા ડેપ્યુટી કમિશનરની છે તેમાં ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યા ની બદલી થતાં હાલમાં રાજ્ય સરકારમાંથી નિયુક્ત થતા અધિકારી ની જગ્યા ખાલી પડી છે. જ્યારે અન્ય ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થતી નથી. આ ઉપરાંત કેટલીક એન્જિનિયર ની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ નો હવાલો અન્ય એન્જિનિયરોને અને ડેપ્યુટી કમિશનરને આપવામાં આવેલો છે.દરમિયાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન છુટાયેલી પાંખના કેટલાક હોદ્દેદારો શનિવાર અને રવિવારે રજા હોય તેમ છતાં ઓફિસ ખુલ્લી રખાવે છે અને અધિકારીઓને બોલાવી મિટીંગો કરતા હોય છે એટલું જ નહીં સવારે 8:00 વાગ્યાથી જે અધિકારીઓ ની ડ્યુટી શરૂ થાય છે અને બપોરે બે કલાક રીશેષ રાખે છે તે પછી તેઓને મોડી રાત સુધી પણ વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગોનો દોર ચાલુ રહેતો હોય છે જેથી કોર્પોરેશનના અધિકારીઓ ઉપર માનસિક તણાવ વધી રહ્યો છે. જેને કારણે અનેક અધિકારીઓ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે અન્ય રોગોના ભોગ બનેલા છે.વડોદરા કોર્પોરેશનના અધિકારીઓમાં હાલમાં આસિસ્ટન્ટ કમિશનર નીતિન સોલંકી કાર્યપાલક ઇજનેર નિલેશભાઈ પરમાર ને માઇનોર એટેક આવ્યો છે જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના એચઓડી જીતેશ ત્રિવેદી અચાનક બીમાર પડી જતા દવાખાનામાં સારવાર હેઠળ છે. જ્યારે પી.આર.ઓ. અભિષેક પંચાલ ને છેલ્લા ત્રણ દિવસથી બ્લડ પ્રેશર વધી જતા ડોક્ટરી સારવાર હેઠળ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.