૨૦ દિવસના ઉપવાસ બાદ આમોદના સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં હડતાળ સમેટાઈ - At This Time

૨૦ દિવસના ઉપવાસ બાદ આમોદના સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં હડતાળ સમેટાઈ


આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો ૨૦ મી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા.જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, સદસ્ય કમલેશ સોલંકી, બીજલ ભરવાડ, રશ્મિકાબેન પરમાર, ઉષાબેન પટેલ, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.સફાઈ કામદાર યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ, ઈન્ચાર્જ મુખ્ય અધિકારી સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.