મેંદરડા અંતિમધામ ખાતે જીર્ણોધ્ધાર સર્વે સમાજના સહયોગથી લોકફાળો એકત્રિત કરી સ્મશાન ગૃહ ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી - At This Time

મેંદરડા અંતિમધામ ખાતે જીર્ણોધ્ધાર સર્વે સમાજના સહયોગથી લોકફાળો એકત્રિત કરી સ્મશાન ગૃહ ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી


મેંદરડા ખાતે અંતિમધામ જીર્ણોધ્ધાર સર્વે સમાજના સહયોગથી લોકફાળો એકત્રિત કરી બનાવવામાં આવેલ

અંતિમધામ જીર્ણોધ્ધાર સમિતિ અને સમસ્ત ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મેંદરડા મધુવંતી નદીના કાંઠે હિન્દુ સમાજ નું સ્મશાન ગૃહ આવેલું છે જે વર્ષો જૂનું હોવાથી સમાયાંતરે તેની જાળવણી તંત્ર દ્વારા થયેલ ન હોવાથી મેંદરડા નગરના સર્વે સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા સ્મશાન ગૃહની મુલાકાત અને સ્થળ તપાસ કરતા સ્મશાન ગૃહ ની હાલત ખરાબ હોવાના કારણે જીર્ણોદ્ધાર કરવો ખૂબ જ જરૂરી હોવાથી સ્મશાન ગૃહ જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ સર્વે સમાજના લોકો દ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો

ત્યારે મેંદરડાના સ્મશાનનો જીર્ણોદ્ધાર વિવિધ કામગીરી પૂર્ણ થતા તા.૧૪/૯ ના રોજ રાત્રે મેંદરડા સ્મશાન ગૃહ ખાતે સર્વે સમાજના લોકો દ્વારા લોક કલ્યાણ હિતાર્થે ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ જેમાં જીર્ણોધ્ધાર અંતર્ગત કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમ દ્વારા સર્વે સમાજના લોકો એ છુટા હાથે દાનની સરવણી વહાવી હતી જેમાં એક લાખ પંચોતેર હજાર જેવી રકમ એકત્રીત થયેલ હતી આ રકમનો સદ્ ઉપયોગ આવનારા દિવસોમાં કરવામાં આવશે જુનાગઢ ખાતે જે રીતે સોનાપુરી નો વિકાસ કરવામાં આવેલ છે તેવી જ રીતે મેંદરડા સ્મશાન ગૃહ સોનાપુરીનો વિકાસ અને જીર્ણોદ્ધાર સહિતની કામગીરી કરવામાં આવશે તેઓ નિર્ધાર કરવામાં આવેલ છે

જ્યારે ઉપરોક્ત કાર્યક્રમમાં મેંદરડા લોહાણા સમાજ દ્વારા ચા પાણી અલ્પાહાર સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બાળકો વિવિધ સમાજના આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકો જોડાઈને ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.