કેશોદ ની ભરબજારમાં લુખ્ખાએ છરી કાઢી એસટી બસ રોકાવતા ટ્રાફિકજામ થઈ ગયો

કેશોદ ની ભરબજારમાં લુખ્ખાએ છરી કાઢી એસટી બસ રોકાવતા ટ્રાફિકજામ થઈ ગયો


કેશોદમાં ભર બપોરે તાલુકા પંચાયત સામે જ એક લુખ્ખાએ નશામાં ચુર બનીને એક એસટી બસને અટકાવી છરી બતાવી ડ્રાઇવરને નીચે ઉતરવા ધમકી આપતા ટ્રાફિકજામ થઈ ગયેલ હતો આ સમયે પોલીસે સ્થળ પર આવીને આ શખ્સને ઝડપી લઇ ફરજમાં રૂકાવટ અને પીધેલાનો એમ બે કેસ કર્યા હતા

કેશોદ એસટી ડેપોમાં ફરજ બજાવતા સુરેશભાઈ જોધાભાઈ ઉંમર વર્ષ 46 બપોરે 12:40 મિનિટે ડેપોમાંથી કેશોદ ફાગણી રૂટ ની એસટી બસ લઈને નીકળ્યા હતા ત્યારે એસટી બસ તાલુકા પંચાયત કચેરી સામે પહોંચે ત્યારે પાછળથી ecosport કાર નંબર gj 3 fd 81 66 ના ચાલાકે જોર જોરથી હોન મારતો હોય તેથી સુરેશભાઈએ સાઇડ આપી દેતા તે શખ્સ કાર આગળ લઈને એસટી બસની આડો ઉભી રાખી દીધી અને કારમાંથી છરી લઈને ઉતરી એસટી બસના ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલવા ફરી બતાવી ધમકીઓ આપતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી છરી સાથે ખેલ કરતા કેશોદના પ્રકાશ ઉર્ફે પકો કારા હડિયા ઉંમર વર્ષ ચાલીસ રહે સુમન સોસાયટીને છરી સાથે ઝડપી લીધો હતો તે સમયે દારૂના નશામાં હોવાથી પોલીસે તેની સામે પીધેલા નો અને એસટી ડ્રાઇવર સુરેશભાઈ ની ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી આ શખ્સ અગાઉ પોલીસ દફતરે પણ નોંધાઈ ગયેલો છે આમ લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ બજારમાં છરી લઈ એસટી બસને રોકાવતા ફફડાટ ફેલાયો હતો

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »