ગિફ્ટ સિટીમાં પીએમ મોદીએ કહ્યું, ગોલ્ડમાં સિધા જ ટ્રેડ કરવાની તક મળશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજ રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કર્યું છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ભારતના વધતા આર્થિક અને ટેકનિકલ સામર્થ અને ભારતના વિશ્વ પર વધતા ભરોસાના કારણે આ દિવસ મહત્વપૂર્ણ છે. આવા સમયે જ્યારે ભારત જ્યારે આઝાદીનું મહોત્સવ મનાવી રહ્યો છે. આજે ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાયાનાન્સ સર્વિસીસ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ગોલ્ડમાં સિધા જ ટ્રેડ કરવાની તક મળશે.
આ ભવનનું આર્કિટેક્ટ જેટલું ભવ્ય હશે તેટલું જ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટેના અસિમિત અવસરો ઉભા કરશે. આઈએફએસસીમાં ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટીને લગતું કામ પણ થશે. ગિફ્ટ સિટીમાં એનએસસી, એસજીએસ કનેક્ટના લોન્ચિંગથી તેની શરુઆત આજે થઈ રહી છે. આજે ભારત ઈન્ટરનેશન બુલિયન એક્સ્ચેન્જને પણ લોન્ચ કરાયું છે. 3 ફોરેન બેન્ક, ફાયનાન્સ સર્વિસીસ પ્લેટફોર્મની સાથે સાથે અનેક મહત્વપૂર્ણ પડાવાને આજે આપણે પાર પાડ્યા છે. જેના કારણે કરોડો દેશવાસીઓના સામર્થ્યને જોડવામાં મદદ મળશે. ભારત યુએસ, યુકે, સિંગાપુર જેવા દેશોની કતારમાં ઉભું રહેશે જ્યાંથી ગ્લોબલ ફાયનાન્સને દિશા આપવામાં આવશે. આ અવસરે હું આપને અભિનંદન આપું છું.
સિંગાપુરાના સાથીઓને પણ અભિનંદન આપું છું કેમ કે, બે દેશોથી આ સંભાવનાના આયામ થઈ રહ્યા છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
વાર્ષિક આશરે 1000 ટનની સોનાની માંગ સાથે ભારત સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. સોનાનું સૌથી મોટું ઉપભોક્તા હોવા છતાં ભારત સોનાની આંતરરાષ્ટ્રીય કિંમતો નક્કી કરવામાં મર્યાદિત ભૂમિકા ભજવે છે. આથી વડાપ્રધાન એ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ની સ્થાપના માટે સપનુ જોયું હતું, જે આજે વાસ્તવિક રીતે સાબિત થયું છે.
ગિફ્ટ સિટીના આ ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વગેરે હાજર રહ્યા હતા અને તેમને પોતાના પ્રતિભાવો પણ આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.