ફોન, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓ થશે મોંઘી, સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો

, રૂપિયાને ગગડતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સંચારમા સાધનો પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરશે. સરકારનો આવું કરવા પાછળનો ઉદેશ્ય ઇન્પોર્ટ કરવામાં આવતી વસ્તુઓ પર લગામ લગાવવાનો છે.

છેલ્લા બે અઠવાડિયામાં સરકાર દ્વારા બીજી વખત ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે સરકારે ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સરકાર દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવી રહેલી એવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે જે જીવન નિર્વાહ માટે જરૂરી ન હોય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »