ભારત તિબેટ સહયોગ મંચ (BTSM) માં પશ્ચિમ ભારતના સહ ક્ષેત્ર સંયોજક તરીકે શ્રી ગજેન્દ્રકુમાર જોશીજીની નિયુક્તિ
*ભારત તિબેટ સહયોગ મંચ (BTSM) માં પશ્ચિમ ભારતના સહ ક્ષેત્ર સંયોજક તરીકે શ્રી ગજેન્દ્રકુમાર જોશીજીની નિયુક્તિ*
ભારત તિબેટ સહયોગ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું રાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠન તિબેટની આઝાદી માટે સક્રિય સહયોગ આપે છે. તિબેટ સ્વતંત્ર રાષ્ટ્ર બને તો ભારતની ઉત્તર-પૂર્વ સરહદ સુરક્ષિત બને તથા કૈલાશ માનસરોવરની યાત્રા સરળ અને સુખદ રીતે થઈ શકે. ધૂર્ત, દગાબાજ ચીનના ઉત્પાતને ડામવા મંચના કાર્યકરો ચીની ઉત્પાદનોના બહિષ્કારના જનજાગરણ સાથે રાષ્ટ્ર હિતની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે.
આ મંચના ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે છેલ્લા ઘણા સમયથી ઉત્તમ સેવાઓ આપી રહેલા જાણીતા શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીને હવે રાષ્ટ્રીય કક્ષાએ પૂરા પશ્ચિમ ક્ષેત્રના સહક્ષેત્ર સંયોજક તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ ક્ષેત્રમાં ભારતના પશ્ચિમ તરફના કુલ છ પ્રાંતોના 72 જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા સૌએ આનંદની લાગણી સાથે સંનિષ્ઠ કાર્યકર શ્રી જોશીજી ઉપર અભિનંદનની વર્ષા કરી છે.
8153048044
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.