સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનનાં પ્રથમ કલાક દરમિયાન 5.62 ટકા મતદાન નોંધાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/il0uj0eir4lexfje/" left="-10"]

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનનાં પ્રથમ કલાક દરમિયાન 5.62 ટકા મતદાન નોંધાયું.


સૌથી વધુ ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં 6.29 ટકા અને સૌથી ઓછું મતદાન લિંબડી વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 5.20 ટકા નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. મતદાનનાં પ્રથમ કલાક દરમિયાન સવારે 8.00 થી 9.00 કલાક સુધીમાં જિલ્લામાં 5.62 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં 6.29 ટકા અને સૌથી ઓછું મતદાન લિંબડી વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 5.20 ટકા નોંધાયું છે. અન્ય વિધાનસભા મતવિસ્તાર જોઈએ તો 60- દસાડા વિધાનસભા વિસ્તારમાં 5.89 ટકા, વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં 5.24 ટકા, ચોટિલા વિધાનસભા મતવિસ્તારમાં 5.45 ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]