શ્રી કબીર સમાધિ મંદિર ખાતે પ.પૂ મહંત બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ ઉજવાશે - At This Time

શ્રી કબીર સમાધિ મંદિર ખાતે પ.પૂ મહંત બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ ઉજવાશે


શ્રી કબીર સમાધિ મંદિર ખાતે પ.પૂ મહંત બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ ઉજવાશે

વડોદરા કબીર સમાધિ મંદિર ખાતે પ.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ મહોત્સવ.ચૈત્ર સુદ-૧-ગુડી પડવો તા. ૩૦-૦૩-૨૦૨૦, રવિવાર ૫.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબ વિશ્વ વંદનીય પરમકૃપાળુ સદગુરૂ કબીર સાહેબની અસીમ કૃપા એ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદી-૧ ગુડીપડવા ના તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારના રોજ પરમપુજ્ય મહંત શ્રી બાલકદાસજી ગુરૂશ્રી વલ્લભદાસજી સાહેબની પુણ્યતિથિનો મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવ નિમિત્તે આનંદ-આરતી, ભજન-સત્સંગ તથા સંત-ભોજન ભંડારાનો પ્રસંગ ઉજવાશે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે માનનીય શ્રી ડૉ. જયપ્રકાશ સોની ની વરણી થયેલ છે. જેમના સન્માનનો કાર્યક્રમ પ.પૂ. મહંતશ્રી બાલકદાસજી સાહેબની પુણ્યતીથીના કાર્યક્રમમાં કરવામાં આવશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો તથા મહાપુરૂષો પધારી દર્શન-સત્સંગનો અનેરો લાભ આપશે કાર્યક્રમની રૂપરેખા ચૈત્ર સુદ-૧, ગુડી પડવો, રવિવાર તા. ૩૦-૦૩-૨૦૨૫ સવારના ૯-૩૦ કલાકે પાદુકા તથા સમાધિ પુજન સવારના ૧૦-૦૦ કલાક થી આનંદ આરતીનો મહોત્સવ ઉજવાશે મહંત શ્રી પ્રિતમદાસજી સાહેબ તથા આયોજન સમિતિ શ્રી કબીર સમાધિ મંદિર મંગલેશ્વર મહાદેવ પાસે, હિમજા તલાવ પાસે વડોદરા ખાતે યોજાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image