ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ હોઈ જેની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી
ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ હોઈ જેની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી
આજરોજ ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ હોઈ જે નિમિતે વેરાવળ માં બાયપાસ પાસે હુડકો સોસાયટીમાં *"સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ"* દિવ્યાંગ બાળકોનો આશ્રમ આવેલ છે. આ આશ્રમ માં બાળકોને ભોજન અને મીઠાઈ ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરેલ અને દિવ્યાંગ બાળકો સાથે બેસી અને તેની સાથે માસુમ અને લાગણી સભર પળો માણેલ જેને આજીવન ભૂલી શકાય તેમ નથી આ દિવ્યાંગ બાળકોમાં એક બાળક રવિ વિંઝુડા "કે હું કલાકાર છું અને જીગ્નેશભાઈ બારોટનો ભાણેજ છુ મને ગીત ગાતા આવડે છે" અને તેને પ્રોત્સાહિત કરતા તેમણે ત્રણ-ચાર ગીતો ગાયેલ અને આપડી મહિલા ટીમે તાળીઓના ગડગડાટ થી વધાવેલ તેની માસુમિયત અને ભોળપણ જોઈ ને અમે બધા બહેનોની આંખમાં આંસુ છલકાઈ ગયેલ ખરેખર *"સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ"* દ્વારા આવા માનસિક વિકલાંગ બાળકોને અશરો આપી અને ખુબજ ઉમદા મહાન કાર્યો કરવામાં આવે છે. આ આશ્રમમાં ઉપસ્થિત રવિભાઈ ખાવડી હેન્ડલિંગ કરતા હોઈ અને ખુબજ સરસ અમોને માન સન્માન અને આવકાર આપેલ તેમજ આશ્રમ ના સ્ટાફ દ્વારા ખુબજ સરસ રીતે બાળકોની સેવા કરવામાં આવે છે જેથી તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ દિવ્યાંગ બાળકો માટે "ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે" શક્ય હોઈ તે પ્રમાણે જે પણ થઇ શકે તે કે કરો અને આ દિવ્યાંગ આશ્રમ ની અવશ્ય મુલાકાત લો. અમારી સાથે આપણા મહિલા મોરચાની બહેનો માં જિજ્ઞાસાબેન રાવલ, મિતલબેન પંડીયા, આરતીબેન વણિક, ભાવનાબેન ગૌસ્વામી, હેતલબેન દેવમુરારી અને ધાર્મીબેન લાડવા ઉપસ્થિત રહેલ.
તેવુ અખબાર યાદીમાં જણાવે છે ઉષાબેન કે. કુસકીયા પ્રમુખશ્રી વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા અખબાર યાદીમાં જણાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.