રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા ટ્રાફિક સાઈનેજના બોર્ડનું લોકાર્પણ થયું. - At This Time

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા ટ્રાફિક સાઈનેજના બોર્ડનું લોકાર્પણ થયું.


રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. DCP ટ્રાફિક પૂજા યાદવ તેમજ ACP જે.બી.ગઢવી દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા બાળકોને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. RTO અધિકારી કેતન ખપેડ એ બાળકોને ગુડ સેમરીટર્ન બાબતે માહિતી આપી ઈમરજન્સીમાં ઘાયલની કેવી રીતે મદદ કરી શકાય તે અંગે સમજાવ્યું. પૂજા યાદવ દ્વારા ટ્રાફિક સિગ્નલ અને નિયમો બાબતે સમજ આપવામાં આવેલી હતી. જે.બી.ગઢવી દ્વારા હેલ્મેટ અને શીટ બેલ્ટની ઉપયોગીતા સમજાવવવામા આવી હતી. કાર્યક્રમમાં બ્રિજેશ ઝા દ્વારા ટ્રાફિક સાઈનેજના બોર્ડ નું લોકાર્પણ કરી બાળકોને ટ્રાફિક જાગૃતિ અર્થે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.