ખેલ મહાકુંભ ૩.૦માં જિલ્લા કક્ષાની દોડમાં ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
ખેલ મહાકુંભ ૩.૦માં આ વર્ષ પણ ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીની ઓએ રમતોસત્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું.
આગામી ખેલ મહાકુંભ ૩.૦ની ઝોનકક્ષા(રાજય)એ યોજાનાર એથલેટીક્સ સ્પર્ધા ભાગ લેવા જશે
ગોસા(ઘેડ):ખેલ મહાકુંભ ૩.૦માં આ વર્ષ પણ ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીનીઓએ રમતોસત્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું. આજે ખેલ મહાકુંભ ૩.૦ની જિલ્લા કક્ષાની યોજાયેલ દોડ સ્પર્ધામાં પણ સુંદર પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરતા આગામ ઝોનકક્ષા(રાજય) એ યોજાનાર એથલેટીક્સ સ્પર્ધા ભાગ લેવા જશે
રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળા છેલ્લા ૮ વર્ષથી શાળાકીય રમતોત્સવમાં અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનતી આવે છે ત્યારે આ વર્ષે પણ જિલ્લા અને તાલુકા કક્ષાની ખેલ મહાકુંભમાં વિજેતા બની દબાદબો યાથવત જાળવી રાખવામાં પરંગત બનેલ છે.
ગુજરાતના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કચેરી પોરબંદર સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ માંગત તા. ૧૧/૦૧/૨૫ ને શનિવારના રોજ શ્રી પૂંજાપરા પ્રાથમિક શાળા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર સંચાલિત તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ નું શ્રી ભોદ સીમ શાળા નંબર ૨, ભોદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દોડ સ્પર્ધામાં ભોરાસર સીમ શાળા ની અંડર ૯ વય જૂથમાં ધોરણ ૩ની વિદ્યાર્થીની કોડીયાતર કિંજલ જેઠાભાઈ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો હતો. ઉપરાંત તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં દોડ સ્પર્ધમાં અંડર ૧૧ વયજૂથમાં ભોરાસર સીમ શાળા ની ધોરણ ૫ની વિદ્યાર્થીની ડામરા મંજુ પપુભાઈ પણ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવેલ હતો. અને વિજેતા બનતા જિલ્લા કક્ષાની દોડની રમતમાં પહોંચી હતા
આજ રોજ તા.૦૧/૦૨/ ૨૫ ના શનિવારના રોજ ડી.એલ.એસ. એસ.સાંદીપની પોરબંદર ખાતે આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર સંચાલિત જિલ્લા ખેલ મહાકુંભ ૩.૦ની એથલેટીકસ જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં બહેનોના વિભાગની દોડ સ્પર્ધામાં અંડર ૯ વય જૂથમાં ૩૦ મીટર દોડમાં ભોરાસર સીમ શાળા ની ધોરણ ૪ની વિદ્યાર્થીની મનાલી અરભમભાઈ બાપોદરા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા થયેલ.જ્યારે ધોરણ ૩ની વિદ્યાર્થીની કોડીયાતર કિંજલ જેઠાભાઈ જિલ્લા કક્ષાએ ત્રીજા નંબર પ્રાપ્ત કરી વિજેતા થયેલ છે . ઉપરાંત જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં ૫૦ મીટર દોડ સ્પર્ધમાં અંડર ૧૧ વયજૂથમાં ભોરાસર સીમ શાળા ની ધોરણ ૫ની વિદ્યાર્થીની ડામરા મંજુ પપ્પુભાઈ પણ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બનતા તેઓ આગામી ઝોન કક્ષા (રાજય) લેવલની ખેલ મહાકુંભ ૩.૦ની એથલેટીકસ સ્પર્ધા માં ભાગ લેવા જશે.
ત્યારે આજે યોજાયેલ જિલ્લા કક્ષાની દોડની રમતમાં શ્રી ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થીની ઓએ ઉતકુષ્ઠ પ્રદર્શન કરી રાજય કક્ષાએ પહોંચતા વિજેતા સ્પર્ધાકોને જિલ્લા રમત ગમત અધિકારી,પોરબંદરના પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંદર વિનોદભાઈ પરમાર, શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ વિજયભાઈ જમરિયા, સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓઅને અન્યોએ શુભેચ્છાઓ પાઠવેલ છે.
રિપોર્ટ:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
