સાબરકાંઠા… ખેડબ્રહ્મા તાલુકાની શ્રી કે.એચ પટેલ હાઈસ્કૂલ ઊંચી ધનાલ ખાતે “મેટરનિટી બેનિફિટ સપ્તાહ ” અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ગામ ઊંચી ધનાલ ખાતે મહિલા બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ *સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ એમ્પાવરમેન્ટ વિમેન સાબરકાંઠાની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ અંતર્ગત *મેટરનિટી બેનિફિટ* સપ્તાહની ઉજવણી કરાઈ.
ખેડબ્રહ્માની એચ.કે .પટેલ હાઈસ્કૂલ ખાતેની કુલ-૧૧૭ કિશોરીઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં કિશોરીઓને આરોગ્યલક્ષી, કિશોરી અવસ્થા દરમિયાન આરોગ્ય બાબતે તથા અન્ય બાળકોના અધિકારો અને કાયદાઓ વિશે માહિતગાર કરેલ.કાર્યક્રમમાં દીકરીઓને હાઇજનીગ કીટ તથા અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફગણ, બાળ સુરક્ષા અધિકારી શ્રી તથા તેમના કર્મચારી દવારા અલગ અલગ માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન DHEW ટીમના હર્ષદભાઈ પટેલ અને સેજલબેન નાયી દવારા કરવામાં આવેલ અને મહિલા અને બાળ વિભાગ ની કાર્યરત વિવિધ યોજનાકીય માહિતી આપેલ તેમજ યોજનાકીય પેમ્પ્લેટ નું વિતરણ કરાયું હતું.
રિપોર્ટર અલ્પેશ પટેલ . વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.