માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરતી હાટી ક્ષત્રીય સમાજની દીકરી
હેતલ ને સગો ભાઈ નથી ત્યારે પોતાના માબાપ એ દીકરીને સગા દીકરા સમાન ગણી અભ્યાસ કરાવી દરેક સમાજ ને એક નવો રાહ ચીંધ્યો
માળીયા હાટીના હાટીના તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ જીવાભાઈ બાવાભાઈ સીસોદીયાના પુત્ર ઘનશ્યામભાઈ સીસોદીયા જે હાલ માળીયા હાટીના ખાતે સબ પોસ્ટ માસ્તર તરીકે સેવા બજાવે છે તેમને કુલ 3 દીકરીઓ છે જેમાં સૌથી મોટી દીકરી ડો.હેતલબેન ઘનશ્યામભાઈ સીસોદીયાએ mbbs ની ડીગ્રી પ્રાપ્ત કરતા તા. 19/3/23 ના રોજ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે mbbs થયેલ વિદ્યાર્થીઓ ના પદવી સમારોહ માં gmers મેડિકલ કોલેજ જૂનાગઢ દ્વારા હેતલ બેન સીસોદીયા ને mbbs ની પદવી આપવામાં આવેલ હતી
હેતલ બેન સીસોદીયા ને mbbs ની પદવી મળતાની સાથે માળીયાહાટીના તાલુકાનું નામ રોશન કરતા સમગ્ર સમગ્ર માળીયા હાટીના પંથક માં ખુશીનો માહોલ છવાયો હતો
ઘનશ્યામભાઈ સીસોદીયાને તેમજ તેમના મોટા ભાઈ એડવોકેટ ઉદયભાઈ સીસોદીયા, કાકા ભરતભાઈ સીસોદીયા ને માળીયા હાટીના ગ્રામજનો, સગા સબંધી અને મિત્રો મંડળ દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.