શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પુર્વ સરપંચ દિનેશભાઇ બારીયાની હત્યાનો મામલો.ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ - At This Time

શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પુર્વ સરપંચ દિનેશભાઇ બારીયાની હત્યાનો મામલો.ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ


શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ત્રણ જેટલા માથાભારે શખ્સો દ્વારા ડાંગરના પાક વાળા ખેતરમાં પોતાની ગાયો ચરાવવા માટે ગયા હતા ત્યારે પોતાની માલિકીના ખેતરમાં ગાયો ચરાવવાનું ના પાડતા ત્રણેય માથાભારે શખ્સ ઓ એ ખેતરના માલિક અને પૂર્વ સરપંચને લાકડીઓના ફટકા મારીને બે રહેમી પૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે સરપંચના પત્નીએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનૂસાર શહેરા તાલુકાના ઉજડા ગામે રહેતા ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ,શૈલેષભાઈ રામાભાઇ ભરવાડ અને ગોવિંદભાઈ પોપટભાઈ ભરવાડ આ તમામ લોકો તેમના ડાંગરના પાક વાળા ખેતરમાં પોતાની ગાયો ચઢાવવા માટે આવ્યા હતા. જ્યાં શાંતાબેન બાબુભાઈ બારીયા એ ગાયો ને ખેતરમાં ચરાવાનું ના પાડતા ત્રણેય લોકોએ તકરાર કરવા લાગ્યા હતા. ત્યારે મરણ જનાર દિનેશભાઈ ડાયાભાઈ બારીયા પોતાના ખેતરમાં આવી આ ત્રણેય માથાભારે શખ્સોને પૂછતા તેઓએ જોર જોરથી બુમો કરી હવે તો પતાવી દો તેમ કહીને ખુલ્લા ખેતરમાં ત્રણેય માથાભારે શખ્સ ઓ લાકડીઓના ફટકા મારી દિનેશભાઈ ડાયાભાઈ બારીયા ને મોતને ઘાટ ઉતાર્યા હતા.જ્યારે પ્રવીણભાઈ અંદર ભાઈ બારીયા તથા ભરતભાઈ લલ્લુભાઈ બારીયા દિનેશભાઈ ડાયાભાઈ બારીયા ને બચાવવા માટે ગયા હતા. ત્યારે ત્રણેય માથાભારે લોકોએ જીવ લઈને હુમલો કરી ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા હતા.જેથી મરણ જનાર ની પત્ની સ્નેહાબેન બારીયાએ શહેરા પોલીસ મથકમાં ત્રણેય માથાભારે શખ્સઓ વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આરોપીઓમાથી એક આરોપીને શહેરા પોલીસે ઝડપી પાડ્યો છે,જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

*ગોકળપુરામાં ભારેલા અગ્નિજેવી સ્થિતી*

ગોકળપુરાના પુર્વ સરપંચ દિનેશભાઈ બારીયાની હત્યા થતા ગામમા ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતી જોવા મળી હતી.ત આક્રોશમાં ગામ લોકો એકત્ર થયા હતા. રેણા રોડ પર આડાશો મૂકી દેવામા આવી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવ્યો હતો.ટીયરગેસ સહિતના સાધનો સાથે વ્રજવાહનને પણ સ્ટેન્ડ બાય રાખવામા આવ્યુ હતુ.ભરવાડ ફળીયામાં આવેલા આરોપીના ઘરની આસપાસ પણ બંદોબસ્ત ગોઠવી દેવાવા આવ્યો હતો.ગઇકાલે મોડી રાતના સમયે ભરવાડ ફળિયામાં તોડફોડ પણ કરવામા આવી હતી.જેમા કેટલાક ઘર અને વાહનોને નૂકશાન કરવામા આવ્યુ હતુ.ફળીયાના ઘરની બહાર મૂકેલા ઘાસને પણ સળગાવી દેવામા આવ્યુ હતૂ.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.