કચ્છના ગાંધીધામમાં આવેલ ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક શાળાના બાળકો માટે સાયન્સ સિટી ભુજ શૈક્ષણિક મુલાકાતમાં આયોજન કરવામાં આવ્યું
કચ્છના ગાંધીધામમાં તારીખ 28/11/2024 ગુરુવારના રોજ ગાંધીધામ માં આવેલ ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક શાળાના બાળકો માટે સાયન્સ સિટી ભુજ શૈક્ષણિક મુલાકાતમાં આયોજન કરવામાં આવ્યું
આ મુલાકાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરના આદેશ મુજબ કચ્છ મિત્ર લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવી હતી.
આ શૈક્ષણિક મુલાકાત માટે શાળાના 48 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો જોડાયા હતા.
સાયન્સ સીટી માં બાળકોએ અલગ અલગ ગેલેરીઓની મુલાકાત લીધી. નેનો ટેકનોલોજી, દ કર્નોલોજી ઓફ યુનિવર્સલ ઇન્ફોર્મેશન, રોબોટિક ગેલેરી, મેથ્સ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રીક્સ, કેમેસ્ટ્રી ઇન્ફોર્મેશન વગેરે ગેલેરીઓ આકર્ષણનું કેન્દ્ર રહી.
આ શૈક્ષણિક મુલાકાત માટે શાળાના આચાર્યશ્રી મુકેશ જી. મગનાણી સાહેબે અને શાળા પ્રવાસ ઇન્ચાર્જ શ્રી હિતેશ સોલંકી તથા સૌ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
આ સુંદર અને સફળ પ્રવાસ ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તથા કચ્છ મિત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ સંસ્થાના પ્રમુખ ડોક્ટર શ્રી જે જે રાવલ સાહેબ તથા કો ઓર્ડીનેટર શ્રી પ્રવીણભાઈ મહેશ્વરી સાહેબના સહયોગ અને માર્ગદર્શનથી શક્ય બન્યું આ શૈક્ષણિક મુલાકાત માટેની મંજૂરી આપવાની સાથે ગાંધીધામ મૈત્રી મંડળના ઉપ પ્રમુખ શ્રી અશોક દરિયાણી સાહેબે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હિમાંશુ સીજુ સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.