રાણપુર ખાતે સ્પીનટેક્ષ કંપનીમાં કામ કરતી મહિલાઓને અચૂક મતદાન કરવા શપથ લેવડાવતા મહિલા પોલીસ શી ટીમ
રાણપુર ખાતે સ્પીનટેક્ષ કંપનીમાં કામ કરતી મહિલાઓને અચૂક મતદાન કરવા શપથ લેવડાવતા મહિલા પોલીસ શી ટીમ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકઓના માર્ગદર્શન હેઠળ રાણપુર ખાતે ટેક્સપીન તેમજ રીયલ સ્પીનટેક્ષ કંપનીમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ સંપન્ન
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ની તારીખ જાહેર થઈ ત્યારથી ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જે અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર પણ ચૂંટણીની કામગીરીમાં સતત કાર્યરત છે આ તકે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તથા એ. એ. સૈયદના માર્ગદર્શન હેઠળ મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે રાણપુર ખાતે કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં જે અન્વયે મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી. આર. મેટાલિયા સાથે મહીલા પોલીસ સ્ટેશનની “શી ટીમ”ના સભ્યો હેડકોન્સ્ટેબલ સુરપાલસિંહ ગોહિલ તથા વુ.પો.કોન્સ્ટેબલ અલ્પાબેન કોશીયાણીયા દ્વારા રાણપુર ખાતે ટેક્સપીન 1 અને 2 તેમજ રીયલ સ્પીનટેક્ષ કંપનીમાં કામ કરતા મહિલાઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં આ ઉપરાંત શી-ટીમે, સાયબર ક્રાઇમ, ટ્રાફીક અવેરનેસ, વિવિધ હેલ્પલાઇન જેવી કે 181, 100, 1098, 112, 1930 વિશે માહિતી આપી હતી તેમજ વધુમાં વધુ નાગરિકો મતદાન કરે અને મતદાનનું પ્રમાણ વધે તે માટે આ કંપનીઓમાં કામ કરતા મહિલાઓને અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
