બાયડ એન એચ શાહ હાઇસ્કુલ ખાતે ગીતા જયંતિ નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ બાયડ ખાતે આવેલી એન એચ શાહ હાઇસ્કુલમાં ગીતાજયંતિ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા "જીવનમાં ગીતાનું મહત્વ" વિષય પર પોતાના વિચારો વ્યકત કર્યા હતા.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે (૧)પ્રજાપતિ મહેક.(૧૧૦૦.રૂ) દ્વિતીય ક્રમે (૨) નિકિતા પરમાર.(૭૦૦.રૂ) અને તૃતીય ક્રમે (૩)ગોસ્વામી ધ્વનિલ (૫૦૦રૂ) વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ. જેના ભાગ રૂપે પુરષ્કાર આપવામાં આવ્યા હતા. બાયડ કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.