જસદણના વડોદ પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં ડંકો
વિછીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો 400 કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું પરિણામ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ તાલુકાની શ્રી વડોદ તાલુકા પ્રાથમિક શાળાના બાળકોએ મેદાન માર્યું હતું. રાસ સ્પર્ધામાં પ્રથમ, લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ, પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ, લગ્ન ગીત સ્પર્ધામાં પ્રથમ, એક પાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ, અને લોકગીત સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી વડોદ પ્રાથમિક શાળાનું નામ ઉજવળ કર્યુ હતું. અને શ્રી વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયાએ માર્ગદર્શક શિક્ષક જીગ્નેશ ભાઈ ધોળકિયા ને તથા સંયોગી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
