બાળકો ભૂલ કરે તો મારવા નહીં પરંતુ આવી રીતે કરો સજા, માતા-પિતા જાણી લો ત્રણ રીત - At This Time

બાળકો ભૂલ કરે તો મારવા નહીં પરંતુ આવી રીતે કરો સજા, માતા-પિતા જાણી લો ત્રણ રીત


બાળક સાથે જિદ ન કરવી

આ સજા ખાસ કરીને ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે પોતાના બાળકોને કોઈ કામ કરવા માટે કહો છો અને તે તે કામને કરતુ નથી. ઉદાહરણ તરીકે બાળક જમવાની ના પાડે છે તો તમે તેની સાથે જમવાની જિદ ન કરો તેની સામેથી ભોજનની થાળી હટાવી દો. થોડા સમય બાદ જ્યારે બાળકને ભૂખ લાગશે તો તે પોતે તમારી પાસે ભોજન મંગાવીને જમી લેશે.

અટેન્શન ન આપો

બાળકને આ સજા ત્યારે આપવામાં આવે છે જ્યારે બાળક કોઈ પણ તોફાન માત્ર તમારુ ધ્યાન ખેંચવા માટે કરે છે. આવુ કરનાર બાળકો રડે છે, પગ પછાડે છે, ચિડીયા બની જાય છે. આ સમયે તમે પોતાના બાળકોને પોતાનું ધ્યાન આપવાના બદલે એવી કોઈ વસ્તુ આપો જે તેને વ્યસ્ત કરી દે. આવુ કરવાથી તમારા બાળકને એ સમજાઈ જશે કે આ પ્રકારનો વ્યવહાર તેને તમારુ ધ્યાન અપાવી શકશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.