પ્રજાના હિતમાં આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારો કરી રકમનો ધટાડો કરવા ટિમ ગબ્બરની માંગ - At This Time

પ્રજાના હિતમાં આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારો કરી રકમનો ધટાડો કરવા ટિમ ગબ્બરની માંગ


સમગ્ર ગુજરાતને સિધ્ધા સ્પર્શતા પ્રશ્ને ટિમ ગબ્બરે રજુઆત કરી

પ્રજાના હિતમાં આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદત વધારો કરી રકમનો ધટાડો કરવા ટિમ ગબ્બરનીમાંગ

વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતનાકે.એચ. ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા ભારતના નાણાં પ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી,રાજ્યપાલ ગુજરાતના નાણાં પ્રધાન ગુજરાત,કલેકટર શ્રી (તમામ જિલ્લા) સહિતનાને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા ગુજરાતના તમામ આધારકાર્ડ ધરાવતા લોકોને આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવાની કાર્યવાહી ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા કરાવી લેવાની અને રૂપિયા એક હજારની ફી ભરવાની જોગવાઈ કરવામાં આવેલી છે આ રકમ પણ ખુબજ વધારે અને જુલ્મી કહેવાય કોરોના કાળ પછી હજુ લોકોના ધંધા રોજગાર માંડ માંડ ચાલુ થયા હોય ત્યાં આવી રકમ કેવી રીતે ભરી શકાય ઉપરાંત આ રકમ પણ માત્ર રૂપિયા ૨૫૦/- કરવામાં આવે તેમજ ૩૧ માર્ચ પછી રૂપિયા દસ હજારનો દંડ વસુલવામાં આવનાર હોય તેમાં પણ ઘટાડો કરવામાં આવે અને મુદત વધારવામાં આવે તેજરૂરી છે અને દશ હજાર જેવી દંડની રકમ ભરવાના નિર્ણયના કારણે ગુજરાતની પ્રજાને ઘણી મોટી અગવડતા અને હેરાનગતિ ઉભી થયેલ છે ગુજરાતમાં આધારકાર્ડ બનાવનાર એજન્સી દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોના આધારકાર્ડ બનાવવામાં આવેલ છે પરંતુ તેમાં ગુજરાતી નામ બરાબર લખવામાં આવેલ હોય અને અંગ્રેજી નામમાં સ્પેલિંગની ભૂલ થયેલ હોય તેના કારણે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક થઈ શકતું નથી અને લિંક કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તો પણ નવું આધરકાર્ડ કે પાનકાર્ડ ૩૧ માર્ચ પહેલા આવી શકે નહીં અને જો લીંક કરાવવા માટે આધારકાર્ડમાં સુધારો કરાવવા સામાન્ય વ્યક્તિ જાય તો ત્યાં નેટ કનેક્શન નથી હોતું અને લાંબી લાઈનો હોય છે ત્યારે વૃધ્ધ ઉંમરના લોકો આવી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહી શકતા નથી તેવી જ રીતે જો આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહિ હોય તો બેન્કોની લેવડદેવડ બંધ થઈ જશે તેવો મેસેજ પ્રજામાં ચાલતો હોય તેના કારણે મોટી ઉંમરના લોકોએ બેંકમાં મુકેલ મરણમૂડીની રકમ ઉપાડી લેવા પણ બેંકોમાં લાઈનો લાગતી હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વૃધ્ધ સહાય,વિધવા સહાય મેળવતા લોકોની અગવડતા ધ્યાને લઇ આ સંવેદનશીલ સરકારને ગુજરાતની પ્રજાના હિતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારવા અને સ્પેલિંગની ભૂલ હોય તો પણ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા જરૂરી આદેશો કરવા અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગોમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અમારી માંગ સાથે રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.