*હિંમતનગર ખાતે "ગુડ સમેરીટન" વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ યોજાયો* - At This Time

*હિંમતનગર ખાતે “ગુડ સમેરીટન” વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ યોજાયો*


*હિંમતનગર ખાતે "ગુડ સમેરીટન" વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ યોજાયો*

સાબરકાંઠા જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત "ગુડ સમેરીટન" વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં તેમજ સાંસદશ્રી દિપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના પોળો સભાખંડ ખાતે યોજાયો હતો.
માર્ગ અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલને પરોપકારની ભાવના અને નિઃસંકોચ રીતે મદદરૂપ થવા પ્રોત્સાહિત થાય તે માટે ‘ગુડ સમેરીટન’ યોજના અમલી બનાવવા આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગ અકસ્માતો ઘટાડી શકાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા લોકોની જાગૃતિ, સ્વયંશિસ્ત અને સતર્કતા ખૂબ જરૂરી છે. સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક વાહન ચલાવવાથી અકસ્માતોને મહદ્દઅંશે ઘટાડી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તો બચવાની શક્યતાઓ વધુ રહે છે. ગુડ સમેરીટનને અકસ્માત દરમિયાન સાવચેતી રાખવાની પ્રાથમિક બાબતો જાણવી ખુબ જરૂરી છે.

હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં લોકો રોડ અકસ્માત સમયે કાયદાકીય કાર્યવાહીના ભયથી ઇજા પામેલા વ્યક્તિની મદદ કરતા ન હતા. વર્તમાન સમયમાં ગુડ સમેરીટન જેવી યોજના લોકોને જાગૃત કરવા માટે મદદરૂપ થશે.

જિલ્લા પોલીસવડા વિશાલ વાઘેલાએ માર્ગ સલામતી અને ગુડ સમેરીટન અંગે વિસ્તારે માહિતી આપી હતી.તેમજ રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત લોકોને મદદરૂપ થનાર વ્યક્તિ એટલે ગુડ સમેરીટનને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ગુડ સમેરીટન યોજનાના રીલોન્ચિંગ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. જિલ્લાના પાંચ "ગુડ સમેરીટન"ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગુડ સમેરીટન"ને પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. ગુડ સમેરીટન યોજના અંતર્ગત અકસ્માત દરમિયાન મદદરૂપ થનારને કેન્દ્ર સરકારના ધારા ધોરણપ્રમાણે ૫૦૦૦/- નું પુરસ્કાર આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર આ.ટી.ઓશ્રી મકવાણા તેમજ સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******************
સાબરકાંઠા જિલ્લાના કોણ છે "ગુડ સમેરીટન”
અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર અપાવનાર સાબરકાંઠાના પાંચ ગુડ સમેરીટન લોકોના જીવ બચાવવાનું પરોપકારી કાર્ય કર્યુ છે.

1) નરેશભાઇ નારાયણભાઇ,ડ્રા.હે.કો.જિલ્લા ટ્રાફિક મોબાઇલ
2) નિતેષકુમાર લાભાઇ,અ.હે.કો હાઇવે ટ્રાફિક મોબાઇલ
3) મનુભાઇ રૂપાજી, ડ્રા.પો.કો. હાઇવે ટ્રાફિક મોબાઇલ
4) જય કિશન શ્રવણકુમાર પ્રજાપતિ, પ્રાંતિજ
5) ગોપાલભાઇ ગોવિંદભાઇ સોંલકી,હિંમતનગર

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon