સાયલાના ધાંધલપુર ગામે અનિયમિત વીજ પુરવઠાથી ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યાં છે. તેમજ દિવસભરમાં માત્ર એક જ કલાક વીજળી રહેતી હોવાનો આક્ષેપ કરાયો. - At This Time

સાયલાના ધાંધલપુર ગામે અનિયમિત વીજ પુરવઠાથી ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યાં છે. તેમજ દિવસભરમાં માત્ર એક જ કલાક વીજળી રહેતી હોવાનો આક્ષેપ કરાયો.


સાયલા તાલુકાના ધાંધલપુર ગામે અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે અને વારંવાર વીજ પુરવઠામાં ટ્રિપિંગ આવે છે, અથવા તો પુરા દિવસ વીજળી આવતી જ નથી અથવા ક્યારેક પૂરા દિવસમાં એકા‘દ કલાક જ વીજળી રહેતી હોય છે, તેવો વિસ્તારના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઘણાં સમયથી ખેતીવીડી વિસ્તારની વીજળી સાવ બંધ છે, જેથી ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ધાંધલપુર ગામે બેન્ક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ જેવી કચેરીઓ પણ આવેલી છે. જેથી વીજળીની અનિયમિતતાના કારણે તમામ કચેરીઓ પર કામકાજમાં અસર પડી રહી છે. ત્યારે આસપાસના વિસ્તારમાંથી કામઅર્થે ભાડું ખર્ચીને આવતા લોકોને પરત ફરવું પડે છે. તેમજ નાનામોટા વેપારી અને ગૃહ ઉદ્યોગોમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જે મામલે વિસ્તારના લોકો દ્વારા કાર્યપાલક ઇજનેર, લીંબડી, નાયબ કાર્યપાલક ઈજનેર, સાયલા સહિતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.