સાબરકાંઠાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમથી સંપન્ન થઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iehipvv1ihg7lz1i/" left="-10"]

સાબરકાંઠાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમથી સંપન્ન થઇ


સાબરકાંઠાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમથી સંપન્ન થઇ

તા ૧-૭-૨૨ ને શુક્રવાર ને અષાઢી બીજનાં દીવસે નગરના નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે શહેરનાં માર્ગો ઉપર નિકળી ભક્તોને સામે ચાલી દર્શન આપતા હોય છે .ત્યારે ઈડર શહેર ના મોટા રામ ધ્વારા મંદીર ખાતેથી વર્ષ ૧૯૯૯ માં રથયાત્રા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોરોના મહામારીનાં બે વર્ષ પછી ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા નિમીતે શહેરમાં પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે ઇડર નાં ધારાસભ્ય હીતુભાઈ કનોડિયાએ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનાં રથને પહિંદ વિધિ પ્રમાણે પ્રસ્થાન કરાવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નગરના નાથ નગર ચર્યા એ નીકળે તે પહેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બીરાજમાન કરવામાં આવ્યા હતા. કોરોના કાળ ને લઈને બે વર્ષ પછી નગરયાત્રાએ નીકળેલ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનાં રથનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથનું ઈડર નગરપાલીકા દ્વારા પણ સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે નગર પાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ નું ખાત મુહૂર્ત પણ કરાયું હતું.

રથયાત્રામાં અલગ અલગ અખાડીયનો દ્વારા અનેક કરતબ બતાવી ભક્તોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
તેમજ ઇડર રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના મોસાળમાં ભક્તો દ્વારા ભગવાનનું સામૈયું કરીને મામેરું ભરી આરતી ઉતારી સર્વે ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા ઈડર પેટ્રોલ પંપ ત્રણ રસ્તાથી મુખ્ય બજારમાં થઈને માં મંદિર થઈ મોટા રામ ધ્વારા પહોંચી હતી. આ રથયાત્રામા જિલ્લા પોલીસ વડા સહિત ઇડર ડી.વાય.એસ.પી અને પી.આઇ.સહિતનો પોલીસ જવાનો રથયાત્રા માં ખડે પગે હાજર રહ્યા હતાં. તેમજ રથયાત્રામા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. આમ રથ યાત્રા સુખ શાંતિથી સંપન્ન થતા પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો .

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]