શક્તિપાર્ક સોસાયટી માં આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ગરબી નું આયોજન - At This Time

શક્તિપાર્ક સોસાયટી માં આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ગરબી નું આયોજન


*શક્તિપાર્ક સોસાયટી માં આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ગરબી નું આયોજન*
શ્રી શક્તિપાર્ક સોસાયટી માં પરમ્પરાગત ઉજવાઈ રહેલી ગરીબી ની મુલાકાત લેતા મનહર પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ગુજરાતીઓ નો મનપસંદ તહેવાર એટલે કે નવરાત્રી આ દિવસોમાં સમગ્ર રાજ્યભરમાં હિન્દુઓ પરમ્પરાગત માતાજી ની આરાધના કરતા હોય છે તો કોઈ માતાજીનાં ઉપવાસ કરતા હોય છે કહેવાય છે કે નવરાત્રીનાં નવ દિવસ માતાજી સ્વરૂપે ૬૪ જોગણીઓ ગરબે રમવા આવતા હોય જેને લઈ નવરાત્રીનો આ પાવન પર્વ ઠેર ઠેર કાંઈક પાર્ટી પ્લોટ માં તો કાંઈક ભવ્ય આયોજન સાઉન્ડ સિસ્ટમ ઓરકેસ્ટ્રા અને લોકગાયકો સાથે ઉજવાય રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ ભુલી લોકો હવે તાલ મેલ સાથે રમવાનું વધારે પસંદ કરતા હોય છે માતાજી ના પર્વને જુની પરમ્પરાગત અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉજવાય તો વધારે સારુ લાગે છે પરંતુ હવે સમય જતા જુનવાણી ગરબીઓ ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આ પરમ્પરાને જાળવી રાખતા શ્રી શક્તિપાર્ક સોસાયટી નું આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ, તેમના દ્વારા છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી નું પરમ્પરાગત અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ગરબી ની મુલાકાત લેતા તેમને જણાવ્યું હતું કે આ આયોજન સમગ્ર સોસાયટી ના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ આયોજન સોસાયટી ની મેઇન શેરીમાંજ કરવામાં આવે છે આ આયોજન માત્ર મહિલાઓ માટે જ કરવામાં આવી . રહ્યું છે અહી સોસાયટી ની બહેનો પોતાના પરિવાર સાથે આવે છે અને ગરબા પુર્ણ થતા પરીવાર સાથેજ જતા રહે છે આ આયોજન નવરાત્રી ના નવદિવસ સુધી સૌપ્રથમ માતાજી ની આરતી દીવા ધુપ કરી શરૂઆત કરવામાં આવે છે તેમજ જુની પરંપરા ના ગીતો વગાડી બને એટલા જુનવાણી ઠાઠથી ગરબા રમવા અને રમાડવામાં આવે છે સૌ દીકરીઓ અને બહેનોએ રમ્યા બાદ એક રાઉન્ડ ભાઇઓ અને બાળકો માટે પણ રમવામાં આવે છે ત્યારબાદ આરતી કરી પ્રસાદ આપી સૌને દરરોજ વિવિધ પ્રકારનો નાસ્તો આપવામાં આવે છે જેનો તમાંમ ખર્ચ આઈ શ્રી ખોડિયાર યુવા મંડળ દ્વારા ઉઠાવવામાં આવે છે તેમજ આ કાર્યક્રમ ના આયોજક શ્રી વિજયભાઈ ધનશ્યામ જાદવ, નવિનભાઈ ભીખાભાઇ, ગોવિંદભાઈ કાળુભાઈ, સુરેશભાઇ લક્ષણભાઈ, બળુભાઈ ભીમજીભાઈ, તેમજ સમસ્ત શક્તિ પાર્ક સોસાયટી દ્વારા સમગ્ર આયોજન વિધિવત રીતે કરવામાં આવે છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon