અમરેલી જિલ્લામાં તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરે યોજાશે “વિશ્વાસથી વિકાસ યાત્રા”
અમરેલી જિલ્લામાં તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરે યોજાશે “વિશ્વાસથી વિકાસ યાત્રા”
“વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આગામી તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં જિલ્લા અને શહેર કક્ષાએ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પંચાયત, શહેરી વિકાસ, સામજિક ન્યાય અને અધિકારિતા, બસ સ્ટેશન સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું અમલીકરણ પ્રાંત કક્ષાએ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આગોતરા આયોજન અર્થે સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પ્રાથમિક સારવાર માટે આરોગ્ય ટીમ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી, ઈ- તકતી બનાવવા સહિતની કામગીરી માટે ઘટતું કરવા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ સૂચના આપી હતી.અમરેલી કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ, અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.