ધંધુકા નગરપાલિકામાં વહીવટદાર શસનનો અંત ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ - At This Time

ધંધુકા નગરપાલિકામાં વહીવટદાર શસનનો અંત ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ


ધંધુકા નગરપાલિકામાં વહીવટદાર શસનનો અંત ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું હતું, જેનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. ભાજપે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવતા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. અપક્ષ સભ્યોએ કોઈને પણ મત ન આપતા કોંગ્રેસ પક્ષની દાવેદારી નિષ્ફળ રહી.

ભાજપના નેતાઓ નગરપાલિકાની જવાબદારી સંભાળશે
ધંધુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ભાજપના ઉમેદવારો બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા, જેના કારણે આગામી પાંચ વર્ષ માટે ભાજપનું શાસન રહેશે.

કારોબારી ચેરમેન અને અન્ય પદાધિકારીઓની નિમણૂક
સામાન્ય સભામાં કારોબારી ચેરમેન પક્ષના નેતા અને વિવિધ મહત્વના બદાધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી. આ સાથે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નગરપાલિકાના વહીવટ દારે જવાબદારી સંભાળી લીધી છે.

કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ અપક્ષો રહ્યા નિષ્ક્રિય
પ્રમુખ-ઉપપ્રમુખની વરણી દરમિયાન કોંગ્રેસ ના ઉમેદવારો પણ રેસમાં હતા, પરંતુ અપક્ષ સભ્યોએ કોઈને મત આપ્યા નહીં, જેના કારણે કોંગ્રેસની દાવેદારી નિષ્ફળ ગઈ.

આ નવા સંચાલન સાથે ધંધુકા નગરપાલિકામાં વહીવટદાર શાસનો અધિકૃત અંત આવ્યો છે, અને હવે શહેરનું સંચાલન ચૂંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે રહેશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image