મદદનીશ નિયામક (રોજગાર),ભાવનગરની કચેરી દ્વારા તાલુકા મથકે રોજગારવાંચ્છુઓ માટે નામ નોંધણી કેમ્પનું આયોજન
મદદનીશ નિયામક (રોજગાર),ભાવનગરની કચેરી દ્વારા તાલુકા મથકે રોજગારવાંચ્છુઓ માટે નામ નોંધણી કેમ્પનું આયોજન
કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરવાની કામગીરી કરવામાં આવશે
મદદનીશ નિયામક (રોજગાર),ભાવનગરની કચેરી દ્વારા પ્રતિમાસ રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરવાની તથા અન્ય કામગીરી માટે સબંધિત કર્મચારી-અધિકારી તાલુકા મથકે મળી શકશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સ્વખર્ચે આવવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવા વિનંતી છે.
શિહોર તાલુકા માટે પથિકાશ્રમ, આઈ.સી.ડી.એસ. હોલ, પ્રથમ માળ ખાતે તા.૦૮/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની સાત તારીખે કેમ્પ યોજાશે. ગારીયાધાર તાલુકા માટે સરકારી આરામગૃહ ખાતે તા.૧૦/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની દસ તારીખ, મહુવા તાલુકા માટે સરકારી આરામગૃહ ખાતે તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની તેર તારીખ, જેસર તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની સોળ તારીખ (એકી માસમાં),ઉમરાળા તાલુકા માટે સરકારી આરામગૃહ ખાતે તા.૧૯/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની ઓગણીસ તારીખ (એકી માસમાં),ઘોઘા તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિ માસની ઓગણીસ તારીખ (બેકી માસમાં),તળાજા તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી, મીટિંગ હોલ ખાતે તા.૨૨/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની બાવીસ તારીખ, વલ્લભીપુર તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની પચીસ તારીખ (એકી માસમાં) અને પાલિતાણા તાલુકા માટે પથિકાશ્રમ, આઈ.સી.ડી.એસ ખાતે તા.૨૯/૦૭/૨૦૨૪ના રોજ તેમજ પ્રતિ માસની અઠયાવીસ તારીખે કેમ્પ યોજાશે.
જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ છે. તે દરેક ઉમેદવારોએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં "અનુબંધમ” પોર્ટલ વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. રોજગાર કચેરીના દફતરે નોંધાયેલ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની નામ નોંધણી "અનુબંધમ પોર્ટલ" પર કરવાની રહેશે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર),ભાવનગરની કચેરી દ્વારા જણાવાયું છે.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.