રાજકોટમાં 21 ગાયનાં મોત, મનપાએ 20 લોકોની ટીમ ઉતારી, 7 દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનો ટાર્ગેટ - At This Time

રાજકોટમાં 21 ગાયનાં મોત, મનપાએ 20 લોકોની ટીમ ઉતારી, 7 દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનો ટાર્ગેટ


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસને કારણે ઊહાપોહ મચ્યો છે પણ તંત્ર હજુ પણ સબસલામતનો દાવો કરી રહ્યું છે જ્યારે સામે પશુપાલકો રોષે ભરાયા છે. રાજકોટમાં તંત્રએ મંગળવારની સ્થિતિએ લમ્પીથી 21 ગાયનાં મોત હોવાની પુષ્ટિ કરી છે. હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સિનના ડોઝ છેલ્લા દસ દિવસમાં અપાઈ ચુક્યાનું જિલ્લા પંચાયત તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા શહેરમાં પશુઓના વેક્સિનેશનમાં કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 67,299 પશુઓનું વેક્સિનેશન કરાયું છે. હાલ 1426 પશુ સારવાર હેઠળ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.