મહિલા સહિત 4ના બેભાન હાલતમાં મોત, પરિણીતાનો દવા પી આપઘાત
શહેરમાં મહિલા સહિત ચાર વ્યક્તિના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતા. શહેરના જૂના મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ પાછળ રહેતા હિતેશભાઇ કેશવજીભાઇ ટાકોદરા (ઉ.વ.52) રવિવારે વહેલી સવારે પોતાના ઘરે બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. 150 ફૂટ રિંગ રોડ પરના રાધિકાપાર્કમાં રહેતા ભરતભાઇ પ્રફુલ્લદાન ટાપરિયા (ઉ.વ.52)ને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બેડીગામમાં રહેતા અરૂણાબેન સુરેશભાઇ દુધાગરા (ઉ.વ.40) શનિવારે રાત્રે પોતાના ઘરે બેભાન થઇ જતાં રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. તેમજ કોઠારિયા રોડ પરની વિક્રાંતિ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ ધરમશીભાઇ બેડિયા (ઉ.વ.69)નું પણ બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.