રાજકોટના ગૌભક્તોની સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય આપવા માગ, કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરતા બહાર રામધૂન બોલાવી - At This Time

રાજકોટના ગૌભક્તોની સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય આપવા માગ, કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરતા બહાર રામધૂન બોલાવી


રાજકોટ જિલ્લાની 35 ગૌશાળાના સંચાલકો અને ગૌભક્તો આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 500 કરોડની સહાય આપવાની માગ સાથે ગાયો સાથે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેતા સંચાલકોએ બહાર જમીન પર બેસી રામધૂન બોલાવી હતી. તેમજ માગ નહીં સંતોષાય તો ગાયોને રસ્તા પર છોડી દઇશુંની ચિમકી ઉચ્ચારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.