ધંધુકામાં બંધ મકાનમાંથી રૂા.૧.૪૦ લાખની ચોરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibz8k8q0ac3wqn2n/" left="-10"]

ધંધુકામાં બંધ મકાનમાંથી રૂા.૧.૪૦ લાખની ચોરી


ધંધુકામાં બંધ મકાનમાંથી રૂા.૧.૪૦ લાખની ચોરી
મુખ્ય દરવાજાનું તાળું અને સેન્ટ્રલ લોક તોડી પ્રવેશ્યા.
ધંધુકામાં મેડીકલ અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો બે ભાઈનો પરિવાર કેરળ ફરવા ગયો ત્યારે નિશાચરોએ કસબ અજમાવી બંધ મકાનમાંથી રોકડ રૂા.૧.૪૦ લાખની ચોરી કરી હતી.
મેડીકલ અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલોબે ભાઈનો પરિવાર કેરળ ફરવા ગયો ને નિશાચરોએ કસબ અજમાવી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના પડાણા રોડ, કૃષ્ણબાગ સોસાયટી, ૪૧-બીમાં રહેતા અને આશીર્વાદ મેડીકલ સ્ટોર ધરાવતા પ્રિયંક જયંતભાઈ વ્યાસ તેમજ સંયુક્ત પરિવારમાં જ રહેતા તેમના મોટાભાઈ ડોક્ટર કરંજ અને બન્ને ભાઈઓનો પરિવાર મકાન બંધ કરી ગત તા.૫-૧૧ના રોજ કેરળ ખાતે ફરવા ગયો હતો. દરમિયાનમાં ગત તા.૯-૧૧ની રાત્રિથી તા.૧૦-૧૧ના સવારના કોઈપણ અરસામાં અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું અને સેન્ટ્રલ લોક તોડી અંદર પ્રવેશ કરી બન્ને ભાઈના રોકડ રૂા.૧,૪૦,૦૦૦ની ચોરી કરી હતી. બનાવ અંગે પ્રિયંકભાઈ વ્યાસે અજાણ્યા શખ્સો સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રીપોર્ટર : સી કે બારડ ( પતંજલિ સ્ટોર ધંધુકા)

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]