કુંકાવાવ તાલુકાના દેવગામ ગામે પરપ્રાંતીય મહિલા નું કુવામાં પડી જવાથી મોત…
કુંકાવાવ તાલુકાના દેવગામ ગામે પરપ્રાંતીય મહિલા નું કુવામાં પડી જવાથી મોત...
તારીખ 24/02/2025 ના રોજ રાત્રે 11:15 કલાકે વાડી માલિક દ્વારા અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાનાં કુકાવાવ તાલુકાના દેવગામ ખાતેના વાડી વિસ્તારમાં લવાભાઈ વિરજીભાઈ રાદડિયાની વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા 110 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાની ઘટના બનેલ તેની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતાં ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી માત્ર 25 મિનિટની મહેનત બાદ મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપેલ.
*આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ *
૧. પ્રવિણભાઇ ચોહાણ
૨. સવજીભાઈ ડાભી
3. કૃષ્ણભાઈ ઓળકિયા
૪. સાગર ભાઈ પુરોહિત
5. અરૂણભાઇ વાઘેલા
પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ : રેવિયાબેન,
ઉંમર : અંદાજિત 35 વર્ષ
જાણવા મળેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
