નેત્રંગ જૈન સંઘના આંગણે સિદ્ધિતપની દીર્ઘ તપસ્યા કરનાર તપસ્વીઓની મોટી યાત્રા નીકળી - At This Time

નેત્રંગ જૈન સંઘના આંગણે સિદ્ધિતપની દીર્ઘ તપસ્યા કરનાર તપસ્વીઓની મોટી યાત્રા નીકળી


નેત્રંગ નગરમાં પર્યુષણ મહાપર્વની પૂણૉહુતિ નિમિતે ભગવાનની ભવ્ય રથયાત્રા તેમજ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. નેત્રંગ જૈન સંઘ ખાતે ચાતુર્માસ પ્રવેશ પ્રથમ વખત કર્યા છે. પુજ્યપાદ યુગ પ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા.ના શિષ્યરત પ.પૂ ગણિ શ્રી રાજહંસ વિજયજી મ.સાહેબ વિગેરે સંતોના પાવન પગલા અને પાવન પ્રેરણા જીલીને ૧૫ જેટલા તપસ્વીઓએ સિદ્ધિતપની દિર્ધ તપસ્યા કરી હતી. તપસ્વીઓને પારણા કરાવવાનો અવસર શ્રીમતી વિરમતીબેન ઠાકોરલાલ સંધવી ( રાનકુવા- નવસારી) પરીવારે લીધો હતો,

સળંગ ૩૧ દિવસ ભોજન વગરના ઉપવાસ ચેતન બોહરા ઉ.વ.૨૨ એ શિખર ચઢાવ્યુ, સોમવાર ના રોજ શ્રેયાંસનાથ દાદાના સાનિદધીયમા નેત્રંગ નગરમા ૫૧ વર્ષ ના સમયગાળા દરમિયાન પ્રથમ વખત પરમાત્માની ભવ્ય રથયાત્રા ની સાથે સાથે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા જીન બજાર ખાતે આવેલ દેરાસર થી નીકળી ગાંધી બજાર, જવાહર બજાર ચાર રસ્તા થઈ પરત દેરાસર ખાતે આવી પહોંચી હતી. આ યાત્રામા મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો જોડાયા હતા. પર્યુષણ મહાપર્વની પૂર્ણાહૂતિને લઇ ને તા,૯,૧૦,૧૧ આમ ત્રિદિવસીય પારણોત્સવની ભવ્ય ઉજવણી થઇ હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.