વિરપુર તાલુકાના રસુલપુર ગામના જંગલમાં દીપડાએ બાંધી રાખેલા વાછરડાનું મારણ કર્યું….
અવારનવાર દિપડો અને મગર રહેણાંક વિસ્તારમાં આવીને પશુઓનું મારણ કરે છે ત્યારે મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રસુલપુર ગામના જંગલ વિસ્તારમાં આવેલ કદમખંડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સરદારભાઈ બારીયા ઘર આગળ બાંધેલા વાછરડાનુ દિપડાએ મારણ કર્યું હતું જેને લઇને ગામની આસપાસના પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલ કદમખંડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો એક દિપડો ઘર સુધી પહોંચી ગયો હતો જ્યાં ઘરની સામે બાંધેલા વાછરડાને લઈને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો પછી વાછરડાનુ મારણ કરી ભોજન કર્યું હતું ત્યારબાદ અંધારાનો લાભ લઇ દિપડો નાસી છૂટયો હતો ઘર તેમજ ખેતરની આજુબાજુમાં શિકારી પશુઓના પગના નિશાન પણ મળી આવ્યા હતા વહેલી સવારે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી વાછરડાને મરેલ દેખાતા તપાસ કરતાં દિપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા જેને લઇને ગામજનોઅએ દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
