રાણપુરમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર પ્રજાપતિએ ગુજરાતના પત્રકારોને પેન્સન આપવા વિનંતી કરી.
બોટાદના રાણપુરમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર પ્રજાપતિએ ગુજરાતના પત્રકારોને પેન્સન આપવા વિનંતી કરી.
દેશના અન્ય રાજ્યો પેન્સન આપે છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ભલામણ કરવા મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા એ ખાતરી આપી.
બોટાદ જિલ્લાના રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી લોકલ કમિટી શ્રી ગણપતરાવ વ્રજલાલ દવે (શર્માજી) ચેરીટેબલ ટ્રસ્ટ રાણપુર દ્વારા શ્રી જતીનભાઈ મનુભાઈ શેઠ માર્ગ લોકાર્પણ અને અમૃતા લાલ શેઠ પુસ્તક વિમોચન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા તથા કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા તથા ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર પ્રજાપતિ ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા લાલજીભાઈ મેર તથા બોટાદ જિલ્લાના રાણપુરના ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ દવે સહિતના ઓ એ હાજરી આપી હતી.
આ તકે ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર પ્રજાપતિએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને વિનંતી સહ જણાવ્યું હતું કે ગુજરાતના પત્રકારો નિષ્ઠાથી વર્ષોથી કામ કરે છે ગુજરાતના વિકાસને પ્રજા સુધી પહોંચાડે છે ત્યારે ગુજરાતના પત્રકારોને નિવૃત્તિ ઉંમરમાં આજીવીકાનું કોઈ સાધન નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમને પેન્સન આપવામાં આવે તેવી માંગણી કરી હતી પ્રજાપતિએ વિશેષમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં સરકાર પેન્સન આપે છે ત્યારે ગુજરાતના પત્રકારોને પેન્સન આપવા ઘટતું કરવા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને વિનંતી કરી હતી આ અંગેની રજૂઆત અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અમારા દ્વારા રજુઆત કરેલ છે આ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા એ પોતે વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરી ઘટતું કરવા ભલામણ કરવાની ખાતરી આપી હતી.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.