રાજકોટ જિલ્લા કલેક્ટરએ ધો.૧૦-૧૨ના બોર્ડના છાત્રોને પુષ્પો સાથે પાઠવી શુભકામના.
રાજકોટ શહેર તા.૨૭/૨/૨૦૨૫ ના રોજ રાજ્યભરમાં આજથી ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આજે સવારે પરીક્ષા પૂર્વે છાત્રોને પુષ્પ આપીને શુભકામનાઓ પાઠવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ટાગોર રોડ પર આવેલી શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ખાતે કલેક્ટરએ પ્રવેશદ્વાર પર ઊભા રહીને બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પો આપવા સાથે તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ તકે શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા મદદનીશ આચાર્ય સી.ડી.માલાણી પણ સાથે જોડાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
