દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા - ૨ ખાતે પોષણ માહ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા – ૨ ખાતે પોષણ માહ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા


દાહોદ : દાહોદમાં પોષણ અભિયાન અંતર્ગત ફતેપુરા ઘટક ૨ ના આંગણવાડી કેન્દ્ર " સાગડાપાડા ૨ " ૭ મા રાષ્ટ્રીય પોષણ માસ"ની ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા ઘટક - ૨ આઈ. સી. ડી. એસ. શાખા ઘટક - ૨ ના ગામના વડીલો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પોષણ માહ ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત સુપોષિત ભારત - સાક્ષર ભારત - સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માહની ૫ વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. જેમાં એનિમિયા , વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

" એક પેડ માં કે નામ " અંતર્ગત કેન્દ્રો પર બાળકોની વજન, ઉંચાઈની કામગીરી અને સ્વસ્થ બાળકોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૭ માસથી ૩ વર્ષના બાળકો, ૩ થી ૬ વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી બાલ શકિત, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ વાનગીની જાણકારી આપવામાં આવી હતી.

બાળકને જન્મ આપ્યા પછી માતા સંપૂર્ણ આહાર લે તે અંગેની સમજ પણ વિસ્તાર પૂર્વક આપવામાં આવી હતી ઉપરાંત બાળકના ૬ મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવા અંગેની સમજ પણ આપવામાં આવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.