*તલોદ ગામ પ્રાથમિક શાળામાં સાયન્સ એક્ઝીબિશન કાર્યક્રમ યોજાયો* - At This Time

*તલોદ ગામ પ્રાથમિક શાળામાં સાયન્સ એક્ઝીબિશન કાર્યક્રમ યોજાયો*


*તલોદ ગામ પ્રાથમિક શાળામાં સાયન્સ એક્ઝીબિશન કાર્યક્રમ યોજાયો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા ના તલોદ પીએમશ્રી તલોદગામ પ્રાથમિક શાળામાં સાયન્સ એક્ઝીબિશનમાં બાળકોએ વિજ્ઞાન ગણિતના સિદ્ધાંત દર્શાવતા કુલ 100 જેટલા પ્રયોગોનું નિદર્શન કર્યું હતું અને સાયન્સ લેબના સાધનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. સર્વ શિક્ષા અભિયાન કચેરીથી શ્રી શૈલેષભાઈ, ટીચર ટ્રેનિંગ કોર્ડીનેટર. ટી.પી.ઇ.ઓશ્રી અમૃતભાઈ પટેલ, બીટ કેળવણી નિરીક્ષક દિનેશભાઈ પંચાલ, બીઆરસી પિકેશભાઈ,જૂથમંત્રીશ્રી ઈશ્વરભાઈ અને જૂથના આચાર્યો, તાલુકાની શાળાઓના સાયન્સ શિક્ષકો હાજર રહ્યા હતા .ધોરણ 6 માં અભ્યાસ કરતો પત્રકાર જીતુભા રાઠોડ નો પુત્ર જયપાલસિંહ જીતુભા રાઠોડ જે હર હંમેશ શાળા કીય પ્રવૃત્તિઓ રસ ધરાવી તત્પર રહીને ને શાળા નું તેમજ માતા પિતા નું ગૌરવ વધારવા માં કોઈજ કચાશ બાકી ન રહે તે મુજબ આજે વિધુત સુવાહક અને વિદ્યુત અવાહક નો પ્રોજેક્ટ રજુ કરી ને સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા જેમાં શાળામાં સૌથી મોખરે આવતા શાળા ના આચાર્ય,શાળા પરિવાર અને સાયન્સ એકઝીબિશન કાર્યક્રમ માં આવેલ શિક્ષકો એ અભિનંદન આપઠવ્યા હતા તલોદ ગામ પ્રાથમિક શાળા પરિવાર તરફથી તમામ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એસ એમ સી સભ્યો વાલીઓ સહિત લોકો એ પ્રદર્શન નિહાળ્યું હતું. ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવા બદલ બાળકો અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. શાળાના આચાર્ય વી.સી ઝાલા અને ગણિત વિજ્ઞાનના શિક્ષક કો જયેશભાઇ પટેલ સહીત સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.