રાજારામ સોસાયટીમાં બંગડીના કારખાનામાં તસ્કરો ત્રાટકયા: રૂ65220ના મુદ્દામાલની ચોરી
રાજારામ સોસાયટીમાં બંગળીના કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ.65220 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી અને ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રિક્ષામાં આવેલા બે શખ્સને ઝડપી ચોરાઉ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.5 માં રહેતાં રાકેશભાઈ રાજેન્દ્રભાઈ બોસમીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજારામ સોસાયટી શેરી નં-03 માં ભાડેથી કારખાનુ રાખી પ્લાસ્ટીકની બંગડી બનવાવાનું કામ કરે છે. તેઓની દુકાન સવારના દશેક વાગ્યાથી રાતના આઠેક વાગ્યા સુધી ખુલી હોય છે અને રવીવારના દિવસે બંધ હોય છે. ગઇ તા.24 ના સવારના દશેક વાગ્યાની આસપાસ તેઓ કારખાને કામ માટે આવી ગયેલ તે દિવસે હોળીનો તહેવાર હોય જેથી સાંજના પાચેક વાગ્યાની આસપાસ કારખાનને લોક મારી બંધ કરી ઘરે જતાં રહેલ હતાં.
ત્યારબાદ ગઈકાલે સવારના દશેક વાગ્યાની આસપાસ કારખાને ગયેલ અને અંદર પ્રવેશ કરતા દુકાનમાં રાખેલ પ્લાસ્ટીકની બંગડીનો માલ સામાન જેમા અલગ અલગ કલરની અને ડિઝાઈનની બંગડીનો સેટ 14 બોક્સમાં રાખેલ હતાં. જેમાં કુલ 287 બોક્સ કિંમત રૂ.60270 તેમજ અન્ય અલગ અલગ ડિઝાઈનની બંગડીના બોક્સ 6 કિંમત રૂ. 4950 મળી કુલ રૂ. 65220 નો મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સો કારખાનામાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી ચોરી કરવા રિક્ષામાં આવેલા બે શખ્સોને સકંજામાં લઈ ચોરીમાં ગયેલ તમામ રૂ.65220 નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.