સુઈગામના લીંબુણી ગામના સરપંચ અનોપસિંહ જાડેજાની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી - At This Time

સુઈગામના લીંબુણી ગામના સરપંચ અનોપસિંહ જાડેજાની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી


રાજ્યના ગ્રામીણ વિસ્તારોની અસ્મિતા જળવાય અને ગામડાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ હતી, જેમાં ઠરાવની જોગવાઈ મુજબ શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર માપદંડ /ધોરણો નક્કી કરવામાં આવેલ તેમજ જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ સરપંચશ્રીને રૂ.૧૦૦૦૦૦/- અને તાલુકા કક્ષાએ પસંદગી પામનાર શ્રેષ્ઠ સરપંચશ્રીને રૂ.૨૫૦૦૦/-પ્રમાણે પુરસ્કારની રકમ આપવાનું ઠરાવેલ જે અનુસંધાને સુઈગામ તાલુકાના લીંબુણી ગામના સરપંચ અનોપસિંહ દાનુભા જાડેજાની સુઈગામ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી હતી,શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદગી થતાં અનોપસિંહ જાડેજાની સરપંચ તરીકેની કામગીરીને વખાણી ગામલોકોએ અભિનંદન પાઠવ્યા હતા


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image