‘મારા બેસ્ટ ફ્રેન્ડને જ પટાવી લીધો’:રાજીવ સેને એક્સ વાઈફની પોલ ખોલી, કહ્યું- મારી પીઠ પાછળ લિમિટ ક્રોસ કરી
ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા જ્યારથી મુંબઈ છોડી ગઈ છે, ત્યારથી તેના અને તેના એક્સ પતિ રાજીવ સેન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે રાજીવ સેને (સુષ્મિતા સેનનો ભાઈ) ચારુ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે કહે છે કે તેણે ચારુને તેના 20 વર્ષ જૂના સારા મિત્ર સાથે વાત કરતા પકડી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા રાજીવ સેને કહ્યું, અમે વેકેશન મણવા માટે દુબઈ ગયા હતા. આ સમય દરમિયાન મેં ચારુને મારી ગેરહાજરીમાં 20 વર્ષ જૂના સૌથી સારા મિત્ર સાથે વાત કરતા રંગે હાથ પકડી હતી. એટલું જ નહીં, ચારુ તેને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરતી હતી. જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું, ત્યારે તે કંઈ પણ બોલી નહીં. આમ તો તેના ઘણા પુરુષ મિત્રો છે, પણ મારા સૌથી નજીકના મિત્ર સાથે પ્રાઈવેટ ફ્રેન્ડશીપ કરી ચારુએ લિમિટ ઓળંગી દીધી હતી. ત્યારથી અમારી વચ્ચે બોલચાલ શરૂ થઈ. હું આવી બાબતો બિલકુલ સહન કરી શકતો નથી. જ્યારે રાજીવને તેની પુત્રી જિયાના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- મને મારી પુત્રીથી પણ દૂર રાખ્યો છે. મને મારી દીકરીની ખૂબ યાદ આવે છે. તે હજુ નાની છે, આ બધી વાતો સમજી શકતી નથી. પણ હું એક પિતા છું અને આ મારા માટે ખૂબ જ પીડાદાયક છે. ચારુને કોઈ આર્થિક સમસ્યા નથી - રાજીવ
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજીવ સેને કહ્યું હતું કે- ચારુ કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરી રહી નથી. તે તેના ભાઈ અને ભાભી સાથે ક્રુઝ ટ્રીપ પર ગઈ હતી, જે બહુ જ મોંઘી હોય છે. આ સફરમાં, તેણે પોતે બધાની ટિકિટનો ખર્ચ ઉઠાવ્યો હતો. તો તમે જ વિચારો કે આર્થિક સમસ્યા ક્યાંથી આવી? અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં ચારુએ કહ્યું- હું મારા વતન બિકાનેર શિફ્ટ થઈ ગઈ છું. હું અને જિયાના છેલ્લા એક મહિનાથી મારા માતા-પિતા સાથે રહીએ છીએ. ચારુએ કહ્યું કે- મુંબઈમાં રહેવું સરળ નહોતું. એક્ટ્રેસે કહ્યું- મુંબઈમાં મહિને 1 લાખથી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. વધુમાં જ્યારે હું શૂટિંગ માટે બહાર જતી, ત્યારે મને જિયાનાને આયાની પાસે છોડીને જવું નહોતું ગમતું. તે ખૂબ જ મુશ્કેલ બની જતું હતું. તેથી, મેં પ્લાનિંગ સાથે બિકાનેર જવાનું નક્કી કર્યું. આ ઉતાવળમાં લેવાયેલું પગલું નથી. 'મેં આ કામ મારી જાતે શરૂ કર્યું છે'
ચારુએ કહ્યું કે- કેટલાક લોકો મારા આ નવા કામ અંગે પ્રશ્નો કરી રહ્યા છે, પરંતુ તે તેનાથી ચિંતિત થતી નથી. તેણે કહ્યું- જ્યારે પણ કોઈ વ્યક્તિ નવી શરૂઆત કરે છે, ત્યારે સંઘર્ષ તો થવાનો જ છે. મારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. હું ઓર્ડર લઉં છું, પેકેજિંગ કરું છું, સ્ટોકનું સંચાલન કરું છું - બધું જ જાતે કરું છું. જ્યારે મેં અભિનય શરૂ કરી હતી ત્યારે પણ મેં ખૂબ મહેનત કરી હતી. હવે મેં આ કામ શરૂ કર્યું છે જેથી હું મારું સંપૂર્ણ ધ્યાન જિયાના પર આપી શકું, અને તેમાં કંઈ ખોટું નથી. જ્યારે ચારુને પૂછવામાં આવ્યું કે- તેના એક્સ પતિ રાજીવ સેન આ નિર્ણય પર કેવી પ્રતિક્રિયા આપે છે, ત્યારે તેણે કહ્યું, મુંબઈ છોડતા પહેલા મેં તેને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. તે જ્યારે ઇચ્છે ત્યારે જિયાનાને મળવા બિકાનેર આવી શકે છે.
બંનેના લગ્ન 2019માં થયા હતા
ચારુ આસોપાના લગ્ન 2019માં સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે થયા હતા. 2021માં પુત્રી જિયાનાનો જન્મ થયો. પરંતુ સંબંધોમાં તિરાડ પડ્યા પછી, બંનેએ 8 જૂન 2023ના રોજ છૂટાછેડા લીધા. જોકે, બંને સાથે મળીને જિયાનાનો ઉછેર કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
