HMPV એલર્ટ : સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ
ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસ હજુ પણ દુનિયા માટે એક રહસ્ય બનીને રહ્યો છે. એવામાં ચીને ફરી એકવાર ખતરાની ઘંટડી વગાડી દીધી છે. ચીનમાં ફરીથી રેસ્પિરેટરી ડિસીઝ સામે આવ્યો છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. કોરોના બાદ ચીનથી વધુ એક વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી શકે છે.
ભારતમાં પણ આ નવા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે જેમાંથી એક કેસ ગુજરાતમાં પણ નોંધાયો છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે એચ.એમ.પી.વી વાયરસને અનુષંધાને નવી એમ.સી.એચ. બિલ્ડીંગમાં એચ.ડી.યુ વિભાગ ખાતે 10 ઑક્સીજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરીને રિજર્વ રાખવામા આવેલ છે.
જરૂર પડ્યે વધુ બેડની જરૂરિયાત ઊભી થાય તો તુરંત પહોચી વળવા માટે વધારાની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. એચ.એમ.પી.વી વાયરસ માટેની ટેસ્ટ હોસ્પીટલમાં જ થઈ શકે તે માટે જરૂરી કીટની ખરીદી અને બીજી અનુસાંગીક પ્રક્રિયા કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.