મોટીવાવડી આચાર્યા કૈલાસબેન પટેલનો ભવ્ય વિદાયમાન તથા પ્રા. શિ.સંઘ ગારિયાધારના નવા હોદ્દેદારોની વરણી યોજાઈ
મોટીવાવડી આચાર્યા કૈલાસબેન પટેલનો ભવ્ય વિદાયમાન તથા પ્રા. શિ.સંઘ ગારિયાધારના નવા હોદ્દેદારોની વરણી યોજાઈ
આજરોજ શ્રી મોટીવાવડી કે શાળાના આચાર્યા બેનશ્રી કૈલાસબેન અંબાલાલ પટેલની જિલ્લાફેર બદલી થતાં ગ્રામજનો, શાળા પરિવાર અને તાલુકા શિ. સંઘ ગારિયાધાર દ્વારા ભવ્ય રીતે તેમની વિદાય રાખવામાં આવેલી,આ પ્રસંગે શાળા ગામ પરિવાર બહેનના કામને બિરદાવેલ વિદાય પ્રસંગ જોતાજ એમ થાય કે જનાર શિક્ષક આ ગામ અને શાળા માટે જાત બાળી હશે ત્યારે આટલું માન સન્માન મળ્યું હોય.આ પ્રસંગે ખૂબ બહોળી સંખ્યામાં સરપંચ ત્થા ગામના વડીલો.બહેનો,માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.બહેનને આગળના જીવનની ખુબ ખુબ શુભકામનાઓ.વિદાય પ્રસંગે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ આલ, તાલુકા શિક્ષક મહામંત્રી રમેશભાઈ એન.પરમાર, તાલુકાના બી.આર.સી ગિરિરાજસિંહ તેમજ તાલુકા ઉપપ્રમુખ રાકેશભાઈ તેમજ ગામના આગેવાનો બાબુભાઈ વિરાણી અશોકભાઈ કેવડીયા માધુભાઈ કેવડીયા મોટી વાવડી સરપંચ તેમજ ગામના વડીલો હાજર રહ્યા દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયા હતા તેમજ ખજાનચી એવા પટેલ કૈલાસબેન લાગણી સાથે તેમના વિદાય કાર્યક્રમમાં તેમના હસ્તે નવા સંગઠનના મિત્રોને આવકારી સન્માનિત કરાયા હતા.
ગારિયાધાર પ્રા. શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાં સંઘના પ્રવર્તમાન પ્રમુખ બિપીનભાઇ જી.આલ, ગિરિરાજ સિંહ,ચતુરભાઇ, કૈલાસબેન ત્થા સર્વે સભ્યો હોદ્દેદારો દ્વારા નવ નિયુક્ત હોદેદારો શાલ અને ફૂલહારથી આવકારવામાં આવેલ. | મહામંત્રી તરીકે નવ નિયુક્ત ભાઈ રમેશભાઇ પરમાર માંડવી કે શાળા 2 ખજાનચી શ્રી મુકેશભાઇ પરમાર સી.આર.સી. પરવડી 3 તાલુકા પ્રા.શિ.સંઘ ઉપ પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ પાંચ ટોબરા આચાર્ય ઉપરાંત નવા સભ્યો તરીકે 4વિપુલભાઈ પરમાર શિવેન્દ્રનગર કે.વ.આચાર્ય.5 નાગજીભાઈ એલ. સાતપડા આચાર્યઠ અશોકભાઈ જોગાણી વેળાવદર કે વ આચાર્ય 7 હિંમતભાઈ રતનવાવ પ્રા શાળા 8 વિજયભાઇ બેલા પ્રા. શાળા.9 મહેંદ્રભાઇ શિવમ નગર પ્રા શાળા 10 કિરણભાઈ ગોહિલ મોટી વાવડી કન્યાશાળા સૌને સન્માન સાથે સંગઠનમાં આવકારવા માં આવેલ. સમગ્ર કાર્યક્રમ કૈલાસબેન પટેલના માર્ગદર્શન સાથે યોજાયેલ
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.