વાગરા: વછનાદ તપોવન ખાતે કિસાન શિબિરનું આયોજન કરાયું, ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અપાયુ
સામાજિક વર્ગીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેન્જ વાગરા દ્વારા ચૌધરી વિજયકુમાર મદદનીશ સંરક્ષક ભરૂચના અધ્યક્ષસ્થાને વાગરા તાલુકાના વછનાદ તપોવન ખાતે કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંજય મિશ્રા ગ્રીન પ્લાયવુડ, ફતેસિંહભાઈ ખેતીવાડીના કર્મચારી, કેસરીસિંહ તથા વી.વી ચારણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા, ઓ.એસ મિશ્રા વનપાલ વાગરા, એન.ટી પાગોર વનપાલ અટાલી જેઓએ ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગની યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નીલગીરીમાંથી થતા ઉત્પાદન વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.