ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.


ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.
ગુજરાત હાઇકોર્ટના ઓનરેબલ નિવૃત જસ્ટિસ ઉપસ્થિત રહ્યા.

ગરીબ નવાબ રિલીફ કમિટી તથા ધંધુકા મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા આજ રોજ મોડર્ન હાઈસ્કૂલ ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ રોજ ગરીબ નવાઝ રીલીફ કમિટી તથા ધંધુકા મુસ્લિમ કેળવણી મંડળના સયુંકત ઉપક્રમે નોટ બુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. જેમાં કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું ફુલહાર, નાસિક, અને પુષ્પથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોએ શિક્ષણ અને સંસ્થાના ભૂતકાળને વાગોળ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રમુખ ઓનરેબલ નિવૃત જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ ઝેડ કે સૈયદ, શબ્બીરભાઈ ટીમ્બલિયા, અતિથિ વિશેષ ઇમરાન ખેડાવાલા જમાલપુર વિધાનસભા, પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ, સામાજિક આગેવાન ભાઈજીભાઈ,નિવૃત કર્મચારીઓ, ડોક્ટરો,શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, સામાજિક આગેવાનો તેમજ શિક્ષણગણ સહીત શાળાના બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.