ઉદયનગરમાં સ્ત્રી મિત્રએ પૈસા ન આપતા અજયએ જયશ્રી પર ધોકાથી હુમલો કર્યો - At This Time

ઉદયનગરમાં સ્ત્રી મિત્રએ પૈસા ન આપતા અજયએ જયશ્રી પર ધોકાથી હુમલો કર્યો


ઉદયનગરમાં સ્ત્રી મિત્રએ પૈસા ન આપતા અજયએ જયશ્રી ઉપર ધોકાથી હુમલો કર્યો હતો. જયશ્રીને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ હતી.
જયશ્રી ખોડાભાઈ સોલંકી (ઉ.વ.36, રહે. ઉદયનગર, શેરી નં.6, મવડી મેઈન રોડ)એ જણાવ્યા મુજબ, પતિ ખોડાભાઈ દસ વર્ષ પહેલાં અવસાન પામ્યાં હતાં. ત્યાર બાદ તેણી રોજગારી માટે કડીયાકામ શરુ કર્યું હતું. મવડી ચોકડી બાલાજી હોલ પાસે કડિયાકામ કરવાં તેણી ગઈ હતી. જ્યાં અજય લક્ષ્મણ મકવાણા સાથે પરિચય થયો હતો. સંપર્ક બાદ મિત્રતાનો સંબંધ બંધાયો હતો.
અજયના છૂટાછેડા થઈ ગયા છે. ત્યારબાદ તે મિત્ર અજય સાથે પાંચ મહીનાથી રહે છે. ગઈકાલે સવારે તેણીએ અજયને રૂ.400 આપ્યાં હતાં. બાદ સાંજે પાંચેક વાગ્યે ફરી રૂ.500 માંગતા જયશ્રીએ પૈસા આપવાની ના કહી હતી. અને કહ્યુ કે મારી પાસે કેટલા પૈસા હોય હવે નથી આપવા, તેમ કહેતાં અજય ઉશ્કેરાયો હતો. અને તેણી સાથે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો.
તેણીને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણીને સંતાનમાં બે દિકરી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.