ઉપલેટામાં થેલેસેમીયા ગ્રસ્ત દર્દીઓ માટે વિશેષ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
દાતાઓના સહયોગથી ૨૫૧ બોટલ રક્ત એકત્રિત કરી બ્લડ બેંકને સોંપાયું
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪, ઉપલેટા શહેરમાં આવેલ ચંદ્રવાડીયા પરિવારના શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતેના હોલમાં ઉપલેટા શહેરના વિક્રમ ચોક આહિર યુવા ગ્રુપ, ચકલી ચોરા આહિર યુવા ગ્રુપ તેમજ ઉપલેટા સિટીઝન જીમખાના દ્વારા આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આયોજનમાં આ બ્લડ ડોનેશન કેપનું વિશેષ રૂપે થેલેસેમિયા ગ્રસ્તના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતાં આ રક્તદાન કેમ્પની અંદર રક્તદાન કરવા માટે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા કારણ કે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવેલ આ રક્તદાનના આયોજનમાં યુવાનો, આગેવાનો, અગ્રણીઓ, વડીલો, મહિલાઓ સહિતના સૌ કોઈ લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે ઉપલેટા શહેરમાં આયોજન કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પ ની અંદર અલખદાતાઓ દ્વારા કુલ ૨૫૧ જેટલી રક્તની બોટલોનું દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જે બાદ આ બ્લડને પોરબંદરની આશા બ્લડ બેંકને સોંપવામાં આવેલ હતું.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.